પૂનમના દિવસે મા અંબાનાં દર્શન માટે ભક્તોની ભીડ

Wednesday 18th December 2024 04:20 EST
 
 

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા હતા. રજાનો દિવસ હોવાથી અગાઉથી જ ભાવિકો અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અને મા અંબાની ભક્તિમાં લીન બની અને ધન્યતા અનુભવી હતી. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પૂનમના દિવસે માતાજીનાં દર્શન માટે દૂરદૂરથી ભાવિકો ઊમટી પડતાં બજારમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. તેમજ ગબ્બર ખાતે દર્શન માટે પણ લાંબી કતાર લાગી હતી. ભક્તોએ ગબ્બર પર માતાજીનાં દર્શન માટે લોકો ઉડનખટોલાને બદલે પગથિયાં ચડીને દર્શનની સાથે 51 શક્તિપીઠની પણ યાત્રા કરી હતી.


comments powered by Disqus